રાંદલમાં ની વાર્તા

દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્માને ત્યાં માં રાંદલ ભાવની એ બાળકી સ્વરૂપે અવતાર ધારણ કર્યો માં રાંદલ વિશ્વકર્માના માનસ પુત્રી હતા દિકરી મોટી થવા લાગી પણ કાંઈ બોલે નહિ માં રાંદલ ને વાચા નોતી આવતી છતા ભગવાન વિશ્વકર્મા આનંદવિભોર રહેતા હતા દેવી -દેવતાઓ ને પોતાને ત્યા બોલાવતા માં ભગવતી રાંદલ આપમેળે પ્રગટ થાય હતા પિતા વિશ્વકર્મા ને કહેછે હું પૃથ્વીલોક મા જઈ લોકોના દુઃખડા ભાંગીશ કષ્ટટકાપી માર્ગ બતાવીશ મૃત્યુલોકમાં મારી લીલાના દર્શન કરાવીશ આટલુ કહી માં રાંદલ પૃથ્વીલોક મા પધાર્યા એ વખતે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ હતો માલધારીઓ દુષ્કાળ ઉતારવા કાઠિયાવાડ ભણી જતા હતા ત્યારે માં રાંદલ તેમની વ્હારે ચડવા રસ્તામાં ઊભા રહિયા માલધારીઓ એ બાળાને એકલી જોઈ સાથે લઇ લીધી પછી તો આ બાળા માલધારીઓ ને ઘી ,દૂધ ના ભોજન કરાવે દુઃખડા દૂર કરે માલધારીઓ સાથે એક ડોશીમા એને રક્તપિતનો અસહ્ય રોગ બધા એનાથી દુર રહે માં રાંદલ તેમના ખોળામા બેસી અને ડોશીમાને સાજા સારા કર્યા આવા અનેક પરચા બાળકી સ્વરૂપે માં રાંદલે અનેક પરચા પુર્યા અને નેસડામા રહેતા અનેક માલધારીઓને સાજા કર્યા અને દુઃખડા દુર કર્યા કેટલાક વર્ષો વિતાવ્યા ત્યારબાદ ભક્તોને દડવા મા પોતાનુ મંદિર સ્થપવાનું કહી પોતાના પિતા પાસે દેવલોકમા પ્રસ્થાન કર્યુ