મંદિર નો ઇતિહાસ

ઇતિહાસ : આપણા દેશમાં દેવીઓનો મહિમા ખુબજ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણુબધુ કહેવામાં આવ્યુ છે આવા જ એક દેવી જેનો મહિમા ખુબજ ગવાય છે જેને સંતાન આપનારી દેવી તરીકે પણ ઓળખવામા આવે છે સૌરાષ્ટ્ર ના ગોહિલવાડ માં ધોળા જંકશન થી નજીક દડવા ગામે રવિરાંદલ માતા સાક્ષાત બિરાજમાન છે તેમના કારણે ગામમા દિવ્ય અલૌકિક ઊર્જા ફેલાય છે રાંદલ માતાજી સૂર્યનારાયણ ભગવાન ના ધર્મપત્ની છે તેવોને ( રનાદે ) તરીકે પણ ઓળખવામા આવે છે તેવો ભગવાન વિશ્વકર્મા ના પુત્રી છે અને યમ અને યમુ ના માતા છે

એક સમયે સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાજી ને પૃથ્વી લોકમા જવાનુ કહિ ને અધર્મી વાળા મનુષ્ય ને ધર્મ પર લાવવાનું કામ સોપ્યુ રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણ માં આવ્યા ત્યારે ગુજરાત માં ભયંકર દુષ્કાળ હતો માલધારીઓ દુકાળ ઉતારવા કાઠિયાવાડ ભણી જતા હતા રસ્તામા રાંદલ માતાજી બાળકી સ્વરૂપે મળે છે માલધારીઓ બાળા ને ભાગ્યશાળી માની ને પોતાની સાથે રાખે છે રાંદલ માતાજી ની કૃપા થી ખુબ જ વરસાદ થાય છે માલધારીઓ આ બાળાને રણમાથી મળી હોવાથી તેનુ નામ રાંદલ રાખે છે જ્યારથી આં બાળા માલધારીઓ સાથે આવી છે ત્યાર થી નેહડામાં ચમત્કાર થાય છે અપંગ,આંધળા ,કોઢિયા , રક્તપિત જેવા રોગ થી પીડાતા લોકો સાવ સાજા સારા થઈ જાય છે છતાં પણ માલધારીઓ આં દિવ્યતા ને ઓળખી શકતા નથી પોતાના સાચા સ્વરૂપથી પરિચિત કરવાનો માતાજી નિશ્ર્ય કરે છે આવા નિશ્ર્ય થી માતાજી બાજુના ગામમા જાય છે ત્યારે તેવો જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમા જ દૂધ તથા દહી ની વસૂલી કરવા મોકલે છે આ બધુ જોઈ ને માતાજી એ સોળવર્ષ ની સુંદર કન્યા નું રૂપ લીધુ સિપાહીઓ એ આ કન્યા ને જોઈ એના વિશે ની વાત રાજા ને કરી રાજાએ સિપાહીઓને સુંદર કન્યા ને રાજ માં લહી આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યા ને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખાય ગામમા એ સુંદરી જોવા મળી નહિ જેથી રાજા ક્રોધિત થઈ ને આ ગામ પર ચડાઈ કરે છે ત્યારે માલધારીઓ ની વારે માતાજી આવ્યા તેમણે ધૂળનો એક મોટો વંટોળ ઊભો કર્યો જેમાં રાજા ની સેના દળાય ગઈ આદ્યશક્તિ જગદંબા માતા એક વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અહી રાજા ની સેના દળાય ગઈ હોવાથી આ ગામનું નામ દડવા પડયુ લોકો માં આં જોઈ ને ખુશી ની લાગણી શવાઈ ગઈ તેવો માતાજી ને પોતાની સાથે જ રહી જવા વિનંતી કરે છે અને માતા માલધારીઓ ને દડવા માં પોતાનુ મંદિર સ્થાપવાનું કહે છે અને વરદાન આપે છે જે કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ થી મારી ભક્તિ કરશે તેમના દુ:ખડા દૂર કરીશ ત્યાર થી દડવા ગામ માં ભગવતી રાંદલ માતાજી નુ મંદિર સ્થાપિત છે